સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/રાત થઈ પૂરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રજા ત્યારે હવે, દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટયું, વાત થઈ પૂરી;
અમારી રાત થઈ પૂરી.
ભરાયો જામ રાત્રાનો, ઉપર તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને;
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી;
અમારી રાત થઈ પૂરી....
જુઓ મસ્જિદ-મિનારે એ ઝલક આફતાબની આવી,
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે, વાત થઈ પૂરી;
અમારી રાત થઈ પૂરી.
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]