zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નારાયણ દેસાઈ/‘પણ જીવવા દેશે કોણ!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

૧૯૪૪ની વાત છે. પંચગીનીમાં ગાંધીજી હતા. હું પણ ત્યાં હતો. ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પહોંચ્યા. ગાંધીજીએ કહ્યું, “મારે એ લોકોને મળવું છે.” પણ પેલા લોકો કહે, “અમારે એમને મળવું નથી.” પછી એ લોકોને પોલીસે પકડ્યા — તલાસી લીધી ત્યારે એક માણસ પાસેથી લાંબો છરો મળ્યો. એ માણસનું નામ હતું નથુરામ ગોડસે! ગાંધીજીની હત્યા માટે ૧૪ વર્ષથી પ્રયાસો ચાલતા હતા અને આ છઠ્ઠો પ્રયાસ હતો. છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ ૧૯૩૭-’૩૮માં ૧૨૦ વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે નથુરામ ગોડસેએ મરાઠી પેપર ‘અગ્રણી’ના તંત્રી તરીકે તંત્રીલેખ લખ્યો, તેનું મથાળું હતું, ‘…પણ એમને જીવવા દેશે કોણ?’

[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૬]