સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/પશ્ચાતદર્શન થશે ત્યારે —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          એકવીસમી સદીને અંતે, ૨૧૦૦ના વર્ષમાં, વીસમી સદીના ગુજરાતી સાહિત્યનું પશ્ચાતદર્શન થશે ત્યારે- કવિતામાં બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર, લાભશંકર અને સિતાંશુની કૃતિઓ; નાટકમાં જયંતિ દલાલ અને ઉમાશંકરની એકાંકી કૃતિઓ; ટૂંકી વારતામાં રામનારાયણ અને પન્નાલાલની કૃતિઓ; નવલકથામાં મુનશી, પન્નાલાલ અને ‘દર્શક’ની કૃતિઓ; નિબંધમાં કાલેલકર, ભોળાભાઈ, આનંદશંકર, ગાંધીજી, કિશોરલાલ અને સચ્ચિદાનંદની કૃતિઓ; ચરિત્રસાહિત્યમાં ગાંધીજી, ઇન્દુલાલ [યાજ્ઞિક] અને નારાયણ દેસાઈની કૃતિઓ; વિવેચનમાં આનંદશંકર, બલવન્તરાય, રામનારાયણ અને ઉમાશંકરની કૃતિઓ; તથા સાહિત્યિક પત્રકારત્વમાં ‘જ્ઞાનસુધા’, ‘વસંત’, ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’, ‘માનસી’, ‘સંસ્કૃતિ’ અને ‘ક્ષિતિજ’-આટલી કૃતિઓ તો દૂરદૂરથી પણ ઉન્નત શૃંગોની જેમ દૃષ્ટિગોચર થશે. આ કૃતિઓને નતમસ્તકે વંદન.