સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/દેવી દુખહારિણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આભના વરણથી આંજી વિશાળ તુજ આંખડી,
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી....
પ્રારબ્ધિ, પુણ્યશાળી ને પાપ-પાવનકારિણી;
ધૈર્ય, ગાંભીર્યથી ધીંગી, દેવી! તું દુખહારિણી.