પિતા! પેલો આઘે જગતવીંટતો સાગર રહે, અને વેગે પાણી સકળ નદનાં તે ગમ વહે; વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી દયાના, પુણ્યોના તુજ, પ્રભુ! મહાસાગર ભણી.