સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પન્ના નાયક/તમે શું કહેશો?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

તરફડાટ એટલે…?
તમે કહેશો :
જલ બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ!
પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને તમે શું કહેશો?