સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખરચાળ માંસાહાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વનસ્પતિમાં જે પ્રોટીન રહેલું છે તે પહેલાં કોઈ પશુ ખાય, ને પછી તે પશુનું માંસ માનવી ખાય, તો મૂળ પ્રોટીનનો ફક્ત દસમો ભાગ માણસના પેટમાં પહોંચે છે. પ્રોટીન મેળવવાનો આ તો અત્યંત ખરચાળ રસ્તો કહેવાય — ખાસ કરીને ગરીબ દેશો માટે. વળી જો બધા લોકો માંસાહારનો ત્યાગ કરે તો આજના કરતાં ત્રણગણી વસતી પૃથ્વી ઉપર પોષાઈ શકે, અથવા આજની વસતીને આજના કરતાં ત્રણગણો પોષણદાયી ખોરાક મળી શકે.