સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દાદુ દયાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કબીર અને નાનકના જેવો જ જેનો ઉપદેશ ગણાય છે તે દાદુનો જન્મ સંવત ૧૬૦૦માં અમદાવાદમાં એક મુસ્લિમ પીંજારા પરિવારમાં થયેલો. વિધિસરનું કોઈ શિક્ષણ એમને મળેલું નહીં, પણ ઈશ્વર અને તેની સૃષ્ટિનું રહસ્ય જાણવા તેમનું મન બાળપણથી તલપાપડ રહેતું. સત્સંગ અને યાત્રા-પ્રવાસ તેમના શિક્ષક બન્યા. ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળમાં ખૂબ ભ્રમણ કર્યા પછી રાજપૂતાનામાં સાંભર પાસે નરાના ગામમાં તે સ્થાયી થયેલા. રૂ પીંજીને ગુજરાન ચલાવતા. આત્મશિક્ષણથી જ તેમને પદ-ભજન સ્ફુરેલાં. આરંભથી જ એમનું જીવન એટલું પ્રેમાળ, કરુણામય અને દયાળુ હતું કે સૌ તેમને દાદુ દયાળ કહીને બોલાવતા. ભિખારી : આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી : ‘પૈસા કમાવાની ૧૦૦ તરકીબો’. વેપારી : તો પછી આમ ભીખ શીદને માગે છે? ભિખારી : એ ૧૦૦માંની જ એક આ તરકીબ છે. [‘મોડર્ન મેચ્યોરીટી’]