સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પુ. લ.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જન્મ: ૮-૧૧-૧૯૧૯, મુંબઈ શાલેય શિક્ષણ: ટિળક વિદ્યાલય, મુંબઈ કોલેજ શિક્ષણ: એલએલ. બી. ગવર્નમેન્ટ લો કોલેજ, મુંબઈ; બી.એ. ફર્ગ્યુસન કોલેજ, પુણે; એમ..એ. વિલિંગ્ડન કોલેજ, સાંગલી. લેખન-પ્રારંભ: વડોદરાના ‘અભિરુચિ’ સામયિકથી, ૧૯૪૩-૪૫. વ્યવસાય પ્રારંભ: શિક્ષક, ઓરિએન્ટ હાઈસ્કૂલ, મુંબઈ, ૧૯૪૪. નાટ્યક્ષેત્ર: ૧૯૪૪થી ૧૯૭૧ સુધી. ફિલ્મજગત: ‘કુબેર’ ફિલ્મ દ્વારા પદાર્પણ, ૧૯૪૭. પંદરેક વર્ષમાં ૨૪ જેટલાં ચિત્રપટોમાં અભિનય, પાર્શ્વગાયન, સંગીતદિગ્દર્શન, દિગ્દર્શન, પટકથા, સંવાદલેખન. પ્રથમ પુસ્તક: खोगीरभरती—હાસ્યલેખસંગ્રહ આકાશવાણીમાં: આકાશવાણીના અધિકારી, મુંબઈ ’૫૫, દિલ્હી નભોનાટ્ય વિભાગમાં સર્વોચ્ચ અધિકારી, ’૫૮. પરદેશગમન: યુનેસ્કોની શિષ્યવૃત્તિ—‘મીડિયા ઓફ માસ એજ્યુકેશન’ના અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ-ગમન. યુરોપ-અમેરિકા ભ્રમણ, કેનેડામાં ‘પરફોમિર્ંગ આર્ટ્સ સેંટર્સ’માં અભ્યાસ કર્યો. અધ્યક્ષપદ: મરાઠી નાટ્યસંમેલન, ’૬૫. ૫૦મી અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદ, ’૭૪. બીજી વૈશ્વિક મરાઠી પરિષદ ’૯૧. પુરસ્કારો: મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર—તેમનાં ૬ પુસ્તકો માટે લાગલગાટ ૬ વર્ષ સુધી, ’૫૮થી ’૬૩. પુ. લ. ફાઉન્ડેશનની સ્થાપના, જેના દ્વારા સખાવતનો પ્રવાહ શરૂ થયો, ’૭૦. પુ. લ. ના આરાધ્યદેવ બાલગંધર્વના નામે ‘બાલગંધર્વ રંગમંદિર’ પુણે ખાતે ઊભું કર્યું. વિનોબાજી સાથે પદયાત્રા, લડાખને મોરચે જવાનો સાથે. બંગ શિક્ષણ: આયુષ્યના પચાસમે વરસે બંગાળી સાહિત્ય સાથે ઘનિષ્ઠતા સ્થાપવા માટે બંગાળી ભાષાની બારાખડી ઘૂંટી. બંગ સાહિત્ય લેખન: ‘બંગચિત્રો’, ‘રવીન્દ્રવ્યાખ્યાનો’ તેમજ ‘મુક્કામ શાંતિનિકેતન’ લખાયાં. ષષ્ટિપૂતિર્: મહારાષ્ટ્રના ગામડે ગામડે ખુશીનાં મોજાં ઊછળ્યાં. ઠેરઠેર ષષ્ટિપૂતિર્ ઊજવાઈ. શ્રી જયવંત દળવીએ પુ. લ.ના સંસ્મરણગ્રંથનું સંપાદન કર્યું. કાવ્યપઠન: પત્ની સુનીતાતાઈ સાથે મળીને જાહેરમાં કાવ્યપઠન શરૂ કર્યું, ૧૯૮૧. નાટ્યપઠન: શ્રી ગડકરીના નાટક ‘રાજસંન્યાસ’ને સાઠ વર્ષ પૂરાં થતાં, નવી પેઢીને મરાઠી ભાષાના વૈભવનો પરિચય કરાવી આપવા માટે એનું જાહેર વાચન કર્યું. ‘નેશનલ સેન્ટર ફોર ધ પરફોમિર્ંગ આર્ટ’ના માનદ સંચાલક, ’૭૨. પુ. લ. ગૌરવદર્શન: જીવન દરમિયાન મળેલા અનેક પુરસ્કારો, માન-અકરામ, સન્માનપત્રો વગેરે બધી જ વસ્તુઓ મુંબઈના ‘લોકમાન્ય સેવા સંઘ’ને સુપરત કરી. ત્યાં ‘પુ. લ. ગૌરવદર્શન’ નામે કાયમી સંગ્રહાલય ખુલ્લું મુકાયું. અમૃત મહોત્સવ: ૭૫ વર્ષ પૂરાં થતાં આખાય મહારાષ્ટ્રમાં ફરી પાછો આનંદનો એ જ જુવાળ, ’૯૪. ચિત્ર-ચરિત્ર: ‘ચિત્રમય સ્વગત’નું પ્રકાશન. પુ. લ.ની આગવી વિનોદી મહોર સાથેના ફોટાવાળી ફોટોબાયોગ્રાફી. ‘ગ્રંથાલી’ પ્રકાશને પુ. લ.ની ગ્રંથયાત્રા નાસિકથી શરૂ કરી (૨૦-૧૧-૯૪), છવ્વીસ ગામોમાં ફરી, પુણે ખાતે આવી (૧૫-૧-૯૫). પુસ્તકોના વેચાણમાંથી મળેલા ૧૩ લાખ રૂપિયાનું દાન પુ. લ. એ કર્યું. મહારાષ્ટ્ર સરકાર તરફથી મળેલો ‘મહારાષ્ટ્ર ગૌરવ’નો એક લાખ રૂપિયાનો પુરસ્કાર ‘એશિયાટિક સોસાયટી’ મુંબઈને અમૂલ્ય ગ્રંથોની જાળવણી માટે ભેટ દીધો. [‘પુલકિત’ પુસ્તક: ૨૦૦૫]