સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ફુવારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પૃથ્વીનું પડ ફાડીને વછૂટતા ગરમ પાણીના ફુવારા એ કુદરતની જવલ્લે જ જોવા મળતી કરામત છે. ફક્ત આઈસલેંડ, ન્યુઝીલેંડ અને યુનાઈટેડ સ્ટેઇટ્સમાં જ એવા ફુવારા કાંઈક ગણનાપાત્ર સંખ્યામાં જોવા મળે છે. અત્યંત ઠંડા મુલક આઈસલેંડના પાટનગર રેક્યાવિકનાં અરધાં જેટલાં ઘરોને હૂંફાળાં રાખવાનું કામ આવા ફુવારા વાટે કુદરતે પૂરું પાડેલું ગરમ પાણી કરે છે.