સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બિલાડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમેરિકન અખબારનવીસ જોન સીનોરને એમના છાપાના સમાચાર-તંત્રીએ એક કામગીરી સોંપેલી — ઝાડ પર ચડીને ત્યાં ફસાઈ ગયેલી બિલાડીને બચાવવાની. તે યાદ કરતાં એ કહે છે : “તસવીરકાર અને હું એક લાંબી નિસરણી લઈ આવ્યા. પણ અમે ઝાડ સરસી એને બરાબર ગોઠવી, ત્યાં તો બિલાડી પોતાની મેળે નીચે ઊતરી ગઈ. પછી તો અમારી પાસે એક જ રસ્તો રહ્યો : બિલાડીને પકડીને પાછી ઝાડ પર લઈ જવાનો, જેથી હું એને બચાવીને નીચે લઈ આવતો હોઉં એવી છબી ખેંચી શકાય. અને બીજે દિવસે અમારા છાપામાં એ તસવીર બરાબર પ્રગટ થઈ. પણ એમાં એક જ નડતર આવ્યું — ગામના હરીફ છાપાએ હું બિલાડીને ઝાડની ઉપર ગોઠવતો હતો તેની છબી પ્રસિદ્ધ કરેલી!” [‘સાન ડીએગો ટ્રીબ્યુન’]