સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સતપંથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમદાવાદ નજીકના પીરાણા ગામમાં લગભગ છસો વરસ પહેલાં આવીને વસેલા ઇમામ શાહે હિંદુ અને મુસ્લિમ બંને કોમને ‘સતપંથ’ પર ચાલવાનો ઉપદેશ આપીને તેમની શ્રદ્ધા જીતી લીધેલી. એ પીરાણાની દરગાહના ગાદીપતિ હિંદુ છે. ‘સતપંથ’ના અનુયાયીઓ ઈદ, દિવાળી વગેરે બેય કોમના તહેવારો ઊજવે છે અને પીરાણામાં ઇમામશાહનો મેળો ભરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતપંથીઓ મોટી સંખ્યામાં વસે છે.