સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/ઇતબાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને :
આ પારે શું વા સામે પાર —
જેને તારો ઇતબાર!
તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી :
એવા વળી શાને ભરે ભાર —
જેને તારો ઇતબાર!