સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/ક્યાંથી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ક્યાંથી... આ ક્યાંથી
સરવાણી આનંદ તણી
આવી દે ઉરને છલકાવી!
તું આવી પેલા તારકથી?
કે ધરતી કેરા મારગથી?
આવી સાગર કેરા જળથી?
કે શ્યામલ વાદળના દળથી?