સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રિયકાન્ત મણિયાર/તમારા સ્નેહની...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

તમારા સ્નેહની રુશ્નાઈ ન’તી મેં એવી જાણી કે
લખાશે ગ્રંથ પૂરો ત્યાં બધા અક્ષર ઊડી જાશે;
સમંદર ખેલનારી એ ન’તી મેં એવી જાણી કે,
તમારી નાવ ઝાકળબિન્દુની માંહે બૂડી જાશે!