સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રીતિ સેનગુપ્તા/માની નજર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આટલાં વર્ષેય હજી
ચોમાસે ચોમાસે
હૈયું યાદો થકી ઝૂલે
આગલા વરંડાને હીંચકે :
ઘૂંટણ પર હડપચી મૂકી
ભીની માટીની મ્હેક માણવી,
ખુલ્લું પુસ્તક હાથમાં રાખી
અદૃશ્ય કો’ને જોઈ અમસ્તાં મલકવું —
ને કેવી કનડતી
એ મધુર દિવાસ્વપ્નોને
માની નજર
અંદરને ઓરડેથી ડોકાઈ જતી!