સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/મેળાવડો
Jump to navigation
Jump to search
છોકરાની પાંચમી વરસગાંઠે એની મમ્મીએ ઘેર સારો મેળાવડો ગોઠવ્યો હતો. છોકરાંઓ આવ્યાં, એમની મમ્મીઓ આવી; સારું ખાવાનું મળ્યું, સારું પીવાનું મળ્યું, ટોપીઓ મળી, ફુગ્ગાઓ મળ્યા, સિસોટીઓ મળી, જાતજાતની મઝાની રમતો રમાઈ.
આનંદની ધમાલની વચ્ચે પાંચ વર્ષના છોકરાએ એની મમ્મીની પાસે જઈને પૂછ્યું: “મમ્મી, આ બધું પૂરું થાય ત્યારે રમવા જઈ શકીશું ને?”
[‘પ્રસન્નતાની પાંખડીઓ’ પુસ્તક]