સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બરકત વીરાણી ‘બેફામ’/શું થશે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આશાનું, ઇંતેજારનું, સપનાનું શું થશે?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે?
દુઃખ પર હસી તો લઉં હું — મગર પ્રશ્ન થાય છે :
જે દોસ્ત દઈ ગયા — એ દિલાસાનું શું થશે?
‘બેફામ’ એટલે તો નિરાંતે ઊંઘી ગયો :
જીવવાનું દુઃખ જ્યાં થાય, ત્યાં મરવાનું શું થશે?
[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૬૫]