સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બલવન્તરાય ક. ઠાકોર/તે જ સાચો કવિ
ગુજરાતી કાવ્યકલા-ભક્તો, ગુજરાતી પ્રજાના સૌંદર્યરસિકો! તમે માનવકલાસાગરનાં બહોળાં પાવક જલોમાં આવો, પૃથ્વીને આપણે ખૂણે આપણી વાણીમાં ફૂટતાં સર્જનસ્રોતને તમે એ મહાસ્રોતને નમૂને સરખાવી જુવો, એ એક જ પારાવારે આપણો સ્રોત પણ ભળી શકે, એવો તેને બનાવવાને મથો. આખી માનવજાતિ જેનું કવિત્વ સ્વીકારી ભોગવી શકે, તે જ સાચો કવિ. એવા સાચા કવિ ગુજરાતે પણ પાકો, એ જ અમારી નવીનોની મહેષણા છે. [‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ પુસ્તક]