સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/અમાસની મધરાત
Jump to navigation
Jump to search
રમણે ચડેલ આજ ભાળી
મધરાત મેં તો રમણે ચડેલ આજ ભાળી;
ભીલડી જુવાનજોધ કાળી,
મધરાત જાણે ભીલડી જુવાનજોધ કાળી!
દશે દિશા તે જાણે ઘાઘરાનો ઘેર એનો,
ઠેકી ઠેકી લે તાળી;
આકાશી અતલસને તસતસતે કાપડે
સંતાડી રૂપની થાળી!
મધરાત આજ રમણે ચડેલ મેં તો ભાળી.
સુખિયાં સંજોગિયાં તો હૂંફાળી નીંદમાં
શાનાં જુએ તને કાળી?
બળતી આંખલડીએ બેસી વિખૂટાં બે
ચકવા ને ચકવીએ ભાળી!
મધરાત આજ રમણે ચડેલ મેંય ભાળી!