સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/યાદ આવે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમારા પ્રાણપ્યારા, દિલસિતારા દેશને માટે
અમે માથે કફન સાથે ઝઝૂમ્યા: યાદ આવે છે.
કદમબોસી ગુલામોની ફગાવીને, શહીદોએ
સનમની જેમ ચૂમી’તી શૂળી, એ યાદ આવે છે....
હતી ઝંઝા તુફાની ને જુવાનીની તીખી ટક્કર,
અમે દરિયાનો દાવાનળ બન્યા’તા: યાદ આવે છે!