સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/નિરધાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સાચને પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી…
જાલિમો ને ધૂર્તના પાયે પડી
કોઈ દી કોઈ મિષે નમવું નથી…
પ્રાણ મારા, એકલા આગે બઢો;
આજ બોલો, ‘ના, હવે ડરવું નથી.’…
સાચને પડખે પરાજય હો ભલે,
તે છતાં પાછું હવે ફરવું નથી.