સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/“ટાઇપિસ્ટ?”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્બર્ટ હૂવર નામનો જુવાન અમેરિકાની એક યુનિવર્સિટીમાંથી ઇજનેરની પદવી લઈને બહાર આવ્યો. તેનો વિચાર ખાણના એન્જિનિયર થવાનો હતો. શુક્રવારે સવારે એક ખાણના વ્યવસ્થાપકને તે નોકરી માટે મળ્યો. વ્યવસ્થાપકે કહ્યું, “અમારે તો એક ટાઇપિસ્ટની જરૂર છે. તમે એ કામ માટે તૈયાર છો?” “ટાઇપિસ્ટ?” જુવાન બોલ્યો. પછી જરાક થંભીને તેણે કહ્યું, “ઠીક છે. હું એ કામ કરીશ. આવતા મંગળવારે સવારે હું કામે લાગી જઈશ.” મંગળવારે સવારે જુવાન પોતાના કામે બરાબર હાજર થઈ ગયો. વ્યવસ્થાપકે તેને પૂછ્યું, “તમે મંગળવારથી આવવાનું શા માટે નક્કી કર્યું? એની પાછળ કશો હેતુ હતો?” જુવાને જવાબ દીધો, “જી હા, ચાર દિવસ મને મળ્યા, તેમાં એક ભાડુતી ટાઇપરાઇટર લઈને હું જરૂરી ટાઇપિંગ શીખી ગયો છું.” આગળ જતાં યુનાઇટેડ સ્ટેઇટ્સના રાષ્ટ્રપતિ બન્યા તે આ જ હર્બર્ટ હૂવર.