સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનલાલ પંચાલ/ચિત્રકળાનું કામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શાળાનાં માત્રા બે ટકા જ બાળકો કલાકાર બનવાનાં છે એમ જાણવા છતાં સહુને ચિત્રકળાનું શિક્ષણ આપવું જોઈએ. દરેક બાળકના હૃદયમાં સૌંદર્ય માટે પ્રેમ જાગે અને નાનીનાની ચીજોમાં રહેલા સૌંદર્ય સાથે એ તાદાત્મ્ય સાધે, તે ચિત્ર— શિક્ષણનો પ્રથમ હેતુ છે. વળી, એની અવલોકનશક્તિનો પણ એ રીતે વિકાસ થાય. એની વાણીમાં, વર્તનમાં, કાર્યમાં અને ચારિત્રયમાં સુઘડતા, સંવાદિતા અને ચેતના લાવવી, એ ચિત્રકળાનું જ કામ છે.