સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/આપણાં બાળકો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


આપણાં બાળકો કેળવણી લે તો ચીમળાઈ જાય છે. તેઓ પુરુષાર્થહીન બને છે અને તેઓને મળેલા જ્ઞાનનો ફેલાવો જનસમાજમાં નથી થતો, તેઓના કુટુંબમાં પણ નથી થતો.

*

વિદ્યાર્થીઓ તો પરિસ્થિતિનું આભલું છે. તેમનામાં દંભ નથી, દ્વેષ નથી. જો તેમની અંદર પુરુષાર્થ નથી, સત્ય નથી, અપરિગ્રહ નથી, તો એ દોષ તેમનો નથી; દોષ માબાપનો છે, અધ્યાપકોનો છે. પ્રજાના દોષ વિદ્યાર્થીવર્ગમાં નીતર્યા છે અને તેથી તે વિદ્યાર્થીમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે.