સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણછોડ/દિલમાં દીવો કરો!

From Ekatra Wiki
Jump to navigation Jump to searchદિલમાં દીવો કરો, રે દીવો કરો.
કૂડા કામક્રોધને પરહરો, રે દિલમાં દીવો કરો!…

સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું મટી જાશે,
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે…

દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડયું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે.