સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ જોશી/યાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search



જિંદગી પણ કેવી કમાલ છે!
પહેલાં
આંસુ આવતાં ત્યારે
બા યાદ આવતી;
ને આજે
બા યાદ આવે
ને આંસુ આવી જાય છે.