સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/યાદ…

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ,
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ…

*

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
ને ઘેરાતી રાત મને યાદ છે : ઘેરાતી રાત તને યાદ છે?