સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ર. દવે, હર્ષદ ત્રિવેદી, સતીશ વ્યાસ/પ્રવાસના રમણીય દસ્તાવેજો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેટલાક પુરુષો સર્વત્રા વિહરતા રહે છે, આદ્યપ્રવાસી મેઘ સમા. પ્રવાસશીલ ભોળાભાઈ એવી મેઘવૃત્તિનું વરદાન પામ્યા છે. પણ ભોળાભાઈ એકલપેટા નથી. પ્રવાસ દરમિયાન એ ડાયરી લખે છે, તો કદાચિત ભીના ભીના પત્રો પણ લખે છે. અને પ્રવાસના આવા રમણીય દસ્તાવેજોને એ ગ્રંથરૂપે સુલભ કરી આપે છે. રમેશ ર. દવે

*

ભોળાભાઈના નિબંધોમાં સાહજિકતા, સચ્ચાઈ, અને સાદું છતાં સર્જનાત્મક ગદ્ય આપણું મન હરી લે છે. આ બધું જોયું છે, અનુભવ્યું છે, તેના આનંદના ભાગીદાર અન્યનેય બનાવવા છે, કશુંક વહેંચવું છે, એ રીતે એ કહે છે. હર્ષદ ત્રિવેદી

*

એક સૌંદર્યમર્મી, સંવેદનપ્રેમી અને સાહિત્યકર્મી સર્જકના સાચૂકલા, નિરાડંબરી વ્યક્તિત્વનો ચેતનવંતો સ્પર્શ ભોળાભાઈના નિબંધો દ્વારા થાય છે. સતીશ વ્યાસ