સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/આપણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંતરની સંપત્તિ આપણે ખોઈ બેઠા છીએ, એટલે આપણે લજ્જાથી નીચા નમી ગયા છીએ; આજે ધ્યાનબળ રહ્યું નથી, કેવળ જપમાત્ર છે; કેવળ અર્થહીન આચાર શુચિત્વ ગણાય છે. એટલે પોતાનું દૈન્ય છુપાવવા માટે પશ્ચિમનાં ઊતરેલાં વસ્ત્રો લૂંટવા આજે આપણે ટોળેટોળાં દોડવા ઇચ્છીએ છીએ. (અનુ. નગીનદાસ પારેખ)