સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/સાચા અંગ્રેજ, સાચા માનવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કોઈ કોઈ વાર હું મહદાશય અંગ્રેજોને મળવા પામ્યો છું. એવી મહત્તા મેં બીજી કોઈ પણ પ્રજાના કોઈ પણ વર્ગમાં જોઈ નથી. દૃષ્ટાંત તરીકે હું એંડ્રૂઝનું નામ દઈ શકું; તેમનામાં સાચા અંગ્રેજને, સાચા ખ્રિસ્તીને, સાચા માનવને મિત્રાભાવે અત્યંત નિકટથી જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. તરુણ વયમાં અંગ્રેજી સાહિત્યના પરિશીલન દ્વારા જે અંગ્રેજ પ્રજાને મેં એક સમયે સમગ્ર અંતઃકરણથી નિર્મલ શ્રદ્ધા નિવેદિત કરી હતી, તેને જીર્ણ થતી અને કલુષિત બનતી અટકાવવામાં તેમણે મને મારી અંતિમ વયમાં મદદ કરી હતી. એમનો પરિચય મારા જીવનમાં એક શ્રેષ્ઠ સંપત્તિરૂપે સચવાઈ રહેશે. એમને જો મેં ન જોયા હોત, અને ન ઓળખ્યા હોત, તો પાશ્ચાત્ય પ્રજા સંબંધી મારી નિરાશાનો ક્યાંય આરો ન રહેત. (અનુ. નગીનદાસ પારેખ)