સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/હે ભારત!


તેં નૃપતિને મુકુટ અને સિંહાસનનો ત્યાગ કરીને દરિદ્રવેશ ધારણ કરવાનું શીખવ્યું છે; વીરને તેં ધર્મયુદ્ધમાં દુશ્મનને ક્ષમા કરવાનું શીખવ્યું છે; ગૃહસ્થને તેં પડોશીઓ, અતિથિઓ ને અનાથોમાં ઘરનો વિસ્તાર કરવાનું શીખવ્યું છે. તેં ભોગને સંયમની સાથે બાંધ્યો છે, નિર્મલ વૈરાગ્યથી તેં દૈન્યને ઉજ્જ્વલ બનાવ્યું છે, સંપત્તિને તેં પુણ્યકર્મ દ્વારા મંગલ બનાવી છે. (અનુ. નગીનદાસ પારેખ)