સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/કાવ્યનું ફલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્યાનુભવ લઈ લીધા પછી ભાવક પાછો પોતાના વ્યવહારજગતમાં આવે છે ત્યારે, કાવ્યનો અનુભવ સાથે લઈને આવે છે. તેના પૂર્વના અનુભવમાં કાવ્યનો અનુભવ ઉમેરાય છે, તેની સાથે એકરસ થઈ જાય છે અને હવે ભાવક વ્યવહારજગતનો અનુભવ પણ કંઈક વધારે રહસ્યપૂર્વક કરતાં શીખે છે. જગતને સમજવાની તેની શકિત વધેલી છે. કાવ્યથી તે વધારે સંસ્કારી થયો છે. કાવ્યનું આ આનુષંગિક ફલ છે. [‘સાહિત્યવિમર્શ’ પુસ્તક: ૧૯૩૯]