સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/નીરવ પગલે ક્રાંતિ
Jump to navigation
Jump to search
દાંપત્યપ્રેમની ભાવનામાં આપણા જમાનામાં ફરક પડ્યો છે તેનું પહેલું લક્ષણ એ કે દાંપત્યભાવનામાંથી બહુપત્નીત્વ નીકળી ગયું. નહીંતર હજુ હિન્દુ મુસલમાન બંનેમાં બહુપત્ની કરવાની રૂઢિ કાયદેસર છે. આ વસ્તુ એવી નીરવ પગલે નીકળી ગઈ છે કે તે નીકળી ગઈ છે તેની કોઈને ખબર પણ પડી નથી. અત્યારના આપણા રસિક જીવનમાં બહુપત્નીત્વને સ્થાન જ નથી. આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી આ મોટામાં મોટી વિચારક્રાંતિ છે.