સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/પાપમુકિતનો માર્ગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાપ કરીને પ્રાયશ્ચિત્ત કર્યાથી પાપમુક્ત થવાય છે. સંસારમાં રચ્યાપચ્યા રહેવા છતાં, “આ બધી માયા છે, પણ કાંઈ છોડી શકાય છે!” એમ કહેવાથી મોક્ષાધિકારી થવાય છે. આ જ નિયમથી, “આપણા દેશમાં યુવાનોમાં માત્ર ક્ષણિક ઊભરો જ હોય છે; સતત કાર્ય કરવાની, દુ:ખ સહન કરવાની શકિત જ હોતી નથી,” એમ વારંવાર કહ્યા કરવાથી, પોતે એ સર્વ અપૂર્ણતાથી મુક્ત થઈ જવાય છે; એમ વારંવાર કહ્યા કરો તો પછી પોતાના સ્વાર્થનો ગમે તે ધંધો ચલાવતાં અને દેશનું કાંઈ પણ કામ ન કરતાં છતાં તમે દેશનેતા કે દેશભક્ત થઈ શકો! [‘સ્વૈરવિહાર’ (ભાગ ૧) પુસ્તક: ૧૯૩૧]