સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લીંડન જોન્સન/— એવા રાષ્ટ્રપતિ


પૃથ્વીના પટ ઉપર જેટલા દેશો થઈ ગયા, તેમાં આ રાષ્ટ્ર (યુનાઈટેડ સ્ટેઈટ્સ) સૌથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી છે. એની સરખામણીમાં ભૂતકાળનાં સામ્રાજ્યોની તાકાત નહિવત્ છે. પણ મારે એવા રાષ્ટ્રપતિ નથી બનવું કે જેણે પોતાના દેશના સીમાડા વિસ્તાર્યા હોય કે સામ્રાજ્ય ખડું કર્યું હોય. મારે એવા રાષ્ટ્રપતિ બનવું છે કે જેણે બાળકોને આ જગતની અજાયબીઓનું જ્ઞાન આપ્યું હોય, જેણે ભૂખ્યાંને ભોજન આપ્યું હોય ને કંગાલોને દિશા સુઝાડી હોય, જેણે દરેક કુટુંબની સાદી રોજિંદી જિંદગીને વધુ સમૃદ્ધ બનાવી હોય.