સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/હાં...હાં હાલાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search



...હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઈના ફુવા;
ફુવાના શા છે ફોક,
લાડવા લાવશે ગામનાં લોક;

લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર;
પોરનાં ટાણાં વયાં જાય —
ત્યાં તો ભાઈ રે મોટો થાય!...

ભાઈને ઘેરે ગાડી ને ઘોડાં,
ઘોડાંની પડઘી વાગે,
ભાઈ મારો નીંદરમાંથી જાગે;
ઘોડાં ખાશે રે ગોળ,
ભાઈને ઘેર હાથીની રે જોડ!...

ભાઈ ભાઈ હું રે કરું,
ભાઈ વાંસે ભૂલી ફરું;
ભાઈને કોઈએ દીઠો,
ફૂલની વાડમાં જઈ પેઠો;
ફૂલની વાડી વેડાવો,
ભાઈને ઘેરે રે તેડાવો!...
લોકસાહિત્ય (સં. ઝવેરચંદ મેઘાણી)