સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકસાહિત્ય/તારા હીંડોળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



છાનો મારા વીર, ભરી આવું નીર,
પછી તારી દોરી તાણું....
જળ ભરીને આવું નિમેશમાં,
તાતે જળે નવરાવું;...
ચોળી ખવરાવું તુંને ચૂરમું,
પછી ઝુલાવું તારા હીંડોળ.
(સં. ઝવેરચંદ મેઘાણી)