સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજય રાજ્યગુરુ/ઊભો છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગત સમયમાં પગ ઝબોળી દુર્ગ ઊભો છે હજી,
સાંભરણનાં જળ ડખોળી દુર્ગ ઊભો છે હજી.

ભીંતમાં પીપળ ઉગાડી, કાંગરા ખેરી ખડો,
આંખમાં ઇતિહાસ ઘોળી દુર્ગ ઊભો છે હજી.

હાકલા, પડકાર, હલ્લા, હણહણાટી સાંભળે,
યાદની તલવાર તોળી દુર્ગ ઊભો છે હજી.