સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/કહીને જજો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઘેરથી નીકળતી વખતે “હું જાઉં છું,” એટલું તો કહી દેવું જ જોઈએ. પણ તે તો જો નિયમસર એક જ સ્થળે જવાનું હોય તો. બાકી કોઈને મળવા, સભામાં, ફરવા કે બીજા કોઈ કામે જવાનું હોય, તો તે સ્થળ વિશે પણ ઘેર માહિતી આપતાં જવું જોઈએ, અને કેટલાક વાગ્યે પાછા ફરશો તે પણ જણાવવું જોઈએ. ધારો કે અણધાર્યું તમારું કામ પડ્યું, તો ઘરનાં માણસો તમને ક્યાં શોધવા જાય? ધારો કે ઘેર આગ લાગી, કોઈ ઓચિંતું માંદું પડી ગયું, તો તમને ખબર ક્યાં આપવા? [‘ગુજરાત સમાચાર’ દૈનિક : ૧૯૫૬]