સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ દવે/પ્લોટ... પેન્શન
Jump to navigation
Jump to search
ગાંધીનગરમાં જમીનના પ્લોટ રાહતદરે સરકારે રાજકારણીઓને આપ્યા ત્યારે ભાગ્યે જ કોઈ એવું હશે કે જેણે એ તકનો લાભ લીધો ન હોય. બાબુભાઈને એ રીતે મળેલો પ્લોટ પણ તેમણે પરત કરી દીધેલો. મુંબઈ રાજ્યની વિધાનસભાના તેઓ ૧૯૩૭થી ૧૯૫૭ સુધી સભ્ય હોવાથી વિધાનસભાના ભૂતપૂર્વ સભ્યોને પેન્શન આપવાના મહારાષ્ટ્ર રાજ્યના કાયદા અનુસાર મહારાષ્ટ્ર સરકારે તેમને માટે પેન્શન નક્કી કરેલું. પણ ગુજરાતમાં ધારાસભ્યોને પેન્શન ન આપવાની નીતિ સ્વીકારાઈ હોવાથી મહારાષ્ટ્રનું પેન્શન પણ તેમણે સ્વીકારેલું નહોતું.