સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/ઉંમર
Jump to navigation
Jump to search
જ્યોતીન્દ્ર દવેને એક વખત પૂછવામાં આવ્યું : “તમારી ઉંમર કેટલી?”
“સત્તોતેર વર્ષ…” તે બોલ્યા.
“ઉંમરના પ્રમાણમાં શરીર સારું કહેવાય, નહીં?” પૂછનારે પૂછ્યું.
“ના, શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય” તેમણે કહ્યું : “આવા શરીરે પણ આટલી ઉંમર સુધી પહોંચી શક્યો છું…”
[‘પરબ’ માસિક : ૨૦૦૬]