સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/શું નથી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાકાસાહેબ કાલેલકર શું શું છે, એ સવાલ નથી — કાકાસાહેબ શું નથી, એ સવાલ છે. એ ઉત્તમ સાહિત્યકાર છે, ઉત્તમ શિક્ષક છે, ઉત્તમ ક્રાંતિકારી છે. જીવનનાં આટલાં બધાં પાસાંમાં જે કાંઈ એ છે, ઉત્તમ છે. ઉત્તમ સિવાય બીજું કશું નથી.