સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને

From Ekatra Foundation
Jump to navigation Jump to search



માણસ નામે નબળું પ્રાણી,
એની ઊઘ એને ઘણી વહાલી!
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે?
તમે તો સર્વજ્ઞાની—
આટલું પણ નહીં જાણ્યું કે
કાચી ઊઘમાંથી કોઈને જગાડાય નહીં?