સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/ડુંગરપર
Jump to navigation
Jump to search
ડુંગર પર, દરિયાના દિલ પર,
આસમાનની ઊચી છત પર,
ધરતીના પટ પર પથરાતી—
રાતી... રાતી
ખમીરવંતી મસ્ત ખુશાલી—
નવાં લોહીની લાલી!
ડુંગર પર, દરિયાના દિલ પર,
આસમાનની ઊચી છત પર,
ધરતીના પટ પર પથરાતી—
રાતી... રાતી
ખમીરવંતી મસ્ત ખુશાલી—
નવાં લોહીની લાલી!