સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સદ્વિદ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



મુકાવે વિદ્યા માન, પૂર્ણ જશ વિદ્યા પામે;
વિદ્યા શોભે વાન, નૃપતિ વિદ્યાને નામે;
વિદ્યા માંહીં વિવેક, વિમળ વિદ્યાથી વાણી;
વિદ્યાને વશ વિશ્વ, જગતમાં મોહિની જાણી;
સદ્વિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાથી વડું નહિ કશું;
સદ્વિદ્યા આગળ ધન કશું; વિદ્યાહીન જન તે પશુ.