સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સપૂત કોણ?



સપૂત તેહ કહેવાય, જે સીધે મારગ ચાલે;
સપૂત તેહ કહેવાય, અધર્મને જે ટાળે;
સપૂત તેહ કહેવાય, જે સ્વજનને સુખ આપે;
સપૂત તેહ કહેવાય, દીનનાં દુ:ખડાં કાપે;
વળી સપૂત તેનું નામ છે, જેણે પ્રભુને પ્રીતે અરચિયા;
શામળ કહે સપૂત નરે દામ પરમારથ ખરચિયા.
સપૂત તેહ કહેવાય, વેપારથી જોડે ગર્થ;
સપૂત તેહ કહેવાય, પુણ્ય કરે હરિ અર્થ;
સપૂત તેહ કહેવાય, ચોરીચાડી નવ કરતો;
સપૂત તેહ કહેવાય, અપયશથી રહે ડરતો;
સપૂતને સુખ છે સ્વર્ગમાં, જોતાં સદ્ગુણ અતિ ઘણા;
શામળ કહે આ અવનિમાં, ધન્ય અવતાર છે નર તણા.