સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/આનંદ-ભવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



હતા જન્મ્યા જ્યાં, તે લઘુક હતું આનંદ-ભવન;
તમે ઝંખ્યું : આખ્ખું કરવું જગ આનંદ-ભવન!...
તમે આવા વિશ્વે પ્રબલ ગતિ પ્રેરી હૃદયના
નિગૂઢા ભાવોની, વિરલ કરુણા પ્રેમબલની;
અને હૈયે હૈયે નિજ હૃદયને સ્થાપિત કરી
વસ્યા શા ઐકાત્મ્યે કણ કણ વિશે ભૂમિ-ઉરના!...
મહા ઉત્સાહે જે ધરતી-પટ મૂર્તિ વિચરી ગૈ,
હવે એ લ્હેરંતી ગગન-ધ્વજની ટોચ પર જૈ!
[‘બાલ-દક્ષિણા’ ત્રિમાસિક : ૧૯૬૪]