સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ગીત કોણ ગાતું?

From Ekatra Foundation
Jump to navigation Jump to search



આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું
હો ગીત કોણ ગાતું ઘેલું?...
સાગરસીમાડે ઘેરું ગરજંતું,
પૃથ્વીને પારણે હીંચેલું.
બાળકની આતુર તે આંખથી ઊઠેલું,
માતાના ઉરથી છલેલું;
યૌવનની નોબતે ગાંડું ગરજંતું,
મૃત્યુનું અમૃત પીધેલું.