સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કવિતાનાં બાળોતિયાં ધોનાર
Jump to navigation
Jump to search
વર્ષો પહેલાં ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવતે મારી ગીતરચનાને પરત કરતાં લખ્યું હતું કે, હજી છંદોબદ્ધ કાવ્યો લખવા પ્રમાણમાં સહેલાં છે, ગીત લખવાં મુશ્કેલ છે. બચુભાઈ એટલે એવી વ્યક્તિ કે જેમણે, મેઘાણીએ કહ્યું એ પ્રમાણે, ગુજરાતી કવિતાનાં બાળોતિયાં ધોયાં. આપણાં નબળાં કાવ્યો કોઈ તંત્રી ન છાપે એને માટે તંત્રીના સદા ઋણી હોવું જોઈએ, કારણ કે આપણી નબળી કૃતિ દ્વારા આપણે જ ઉઘાડા પડતા હોઈએ છીએ. કવિતા સિદ્ધ કરવી એ બહુ દુર્લભ ઘટના છે.
[‘ભજનયોગ’ પુસ્તક]